Sunday, May 31, 2009


મારા નિત્ય ઉગાડા દ્વાર મારા બાલુડા ને કાજે


મારા ખુલ્લા છે દરબાર મારા....મારા બાળકડાં ને કાજે મારા લાડકડા ને કાજે ,


હું તો જોતી નિત નિત વાટ મારા.... કોઈ માં માં કરતા આવે કોઈ અંબા ધૂન મચાવે ,


પ્રેમે દિલ મારું ઉભરાય , મારા............ કોઈ ભાવે પુષ્પો લાવે કોઈ પ્રેમ પ્રદીપ પ્રગટાવે ,


મારું હૃદય ત્યાં દોડી જાય મારા............. કોઈ તલવાલતા મુજ માટે કોઈ રોતા હૈયા ફાટે ,


નહિ નહિ એ જોઈ શકાય , મારા .............. કલ્યાણ દયા એ પ્યારા મને પ્રાણ સમા છે એ પ્યારા ,


કદી બંધ રહે ના એ દ્વારમારા .....................


માજી તારા મંદિર ઝાક ઝમાળ ,કે નવલખ દીવડા રે લોલ , માજી તારો જય જય અંબે ગાય , કે અગણિત જીવડા રે લોલ,


ચોરાસી લાખ વળ ની વાટ કરી ને અમને જોડિયા રે લોલ અખૂટ તારા અંબા ભૂરિયા રે કે ભાવના કોડિયા રે લોલ


જગત કર સર્જન કે વિનાશ કે ફારતી ફૂદડી રે લોલ , અસુર સંહારે તુજ લેહારયે કે રાતીચોળ ચુંદડી રે લોલ ,


અમર તારા ગાજે જીવાનીયા કે અમુલખ નોરતા રે લોલ , ચડાવી તારી ડોકે ફુલ ની માળ, કે આવ્યા તારા નોરતા રે લોલ માજી તારા ...........................

Saturday, May 30, 2009

દેવ લોક ની એક દેવી એ પધારી પાવન કાર્ય અમારા અંગના ,પ્રેમે પવન કાર્ય અમારા અંગના , પ્રીતે પાવન કાર્ય અમારા અંગના , આજુ બાજુ દીપક થાય ,સુરભી ધૂપ ની ફેલાય ,વર્ણન કેમે ના થાય ,વર્ણન કેમે ના થાય , વર્ણન કેમે ના થાય ,પ્રેમે પાવન કર્યાઅમારા અંગના, કુમકુમ સઘળે છંટાય , દિવ્ય તેજ ના સમાય ,વારના ના કેમે ના થયા...... દિવ્ય રુપીની નું રૂપ , અદ્ભુત ને અનુપ ,વર્ણના ના કેમે નથાય ..... મત મસ્તકે મૂકી ને હાથ ,અંતરે કીધો ઉજાશ , વર્ણન કે ના થાય...... માઈ કલાપી ભજન ગાય ,સકલ મન ના તેજે નહાય , વર્ણન કેમે ના થાય .......................................... દેવ લોક ની એક દેવી એ પધારી ..................
પ્રેમી પરોણલા આવો અંબે માં હો મતવાલા , શા માટે તલસાવો અંબે માં , હો મતવાલા...ભાત ભાત ના ભોજન બનાવું , કહો તો કોળિયા ભરાવું , અંબે માં.... જળ જમુના ની જારી ભરાવું કહો તો આચમન કરાવું , અંબે માં.... પ્રેમ પદારથ પાન બનાવું , તુલસી દલ પર ધરાવું , અંબે માં... સાગ શીશમાં નો ઢોલીયો ઢળાવું , પુષ્પો ની સેજ બિછાવું , અંબે માં ....
રૂમ ઝૂમ કરતા આવો અંબે માં પ્રેમે જમાડું આવો બાજોથીયે બિરાજો અંબે માં પ્રેમે જમાડું આસોપાલવ ના તોરણ બંધાવું , કહોતો ફૂલડા વેરાવું . પ્રેમે જમાડું . માવા મીઠાઈ પકવાન ધરાવું ,માખણ મિશ્રી પ્રેમે ધરાવું , કહો તો કોળિયા ભરાવું ,અંબે માં પ્રેમે જમાડું , જળ સરસ્વતી ની ઝ્હારી ભરાવું. કહો તો આચમન કરાવું , અંબે માં પ્રેમે જમાડું , લવિંગ સોપારી અને એલચી ધરાવું ,મુખવાસ હાથે કરાવું અંબે માં પ્રેમે જમાડું , તારું આપેલું માડી તને ધરાવું , હું તો ગરીબ ક્યાંથી લાવું અંબે માં પ્રેમે જમાડું